Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના ગાઈડલાઈન નો ભંગ : નર્મદા જીલ્લામાં " રંજુ કી બેટીયાં" નામની સિરિયલનું સુટીંગ શરૂ કરાયું

  • January 07, 2021 

કોરોના કાળ માં છેલ્લા 10 મહિનાથી બંધ ફિલ્મ ઉદ્યોગ હવે ધીરે ધીરે  ધબકતો થયો છે. કોવિડ ગાઈડ લાઈનના ચુસ્ત પાલન સાથે ધંધા રોજગરો ચાલુ રાખવાની સરકાર દ્વારા છૂટછાટ કરતા  શુટિંગ માટે સૌથી વધુ ફેવરિટ ગણાતા નર્મદા જિલ્લામાં પ્રથમ શુટિંગ ચાલુ થયું છે. નાંદોદ તાલુકાના લાછરસ ગામે હિન્દી સિરિયલનું શુટિંગ ચાલતું હતું જેમાં કોવિડ ગાઈડ લાઈનનું છડેચોક ઉલ્લંઘન થતું  હોવાનો કિસ્સો સામે આવ્યો છે, ગ્રામજનોમાં પણ એ બાબતે એવો રોસ છે કે શુટિંગ દરમિયાન કોરોના સંક્રમણ ફેલાય એનો જવાબદાર કોણ ગ્રામપંચાયત કેમ અટકાવ્યા નહિ એ પણ નવાઈ ની વાત છે. 

 

 

લોકડાઉનના 8 થી 10 મહિના સુધી બેકાર બેસી રહેલા લોકોને આ શુટિંગ થકી રોજગારી મળી એ સારી બાબત છે પણ કોરોના મહામારી વચ્ચે કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરવું એટલું જ આવશ્યક પણ છે. તાજેતર માં લાછરસ ગામે હિન્દી સિરિયલ રંજો કી બેટીયાં નામની સિરિયલ નું શુટિંગ ચાલી રહ્યું છે. ત્યારે જેમાં કલાકારો ટોળે વળી ઉભા છે એટલું જ નહિ જેમને જોવા પણ ગ્રામજનો ના ટોળા ઉમટ્યા છે. ત્યારે કોઈ સોસીયલ ડિસ્ટન્સ નથી દેખાતું કે નથી માસ્ક પહેરેલા દેખાતા, સેનિટાઇઝર ની તો વાત જ શુ કરાવી રહી.

 

 

 રાજપીપલા બજારમાં ભીડ ભેગી થાય અને વિવાદ નું કારણ થાય એ માટે રાજપીપલા નજીક નું લાછરસ ગામ નક્કી કરવામાં આવ્યું, અને વહીવટદાર વટ ભેર લાછરસ ગામના ચોક પાસે જ જાહેરમાં શૂટિંગ કરાવ્યું. કેટલાક ગ્રામજનોના વિરોધ વચ્ચે શુટિંગ થયું પણ આ ગામમાં શુટિંગ ને લઈને ખુલ્લું કોરોના ને આમંત્રણ મળ્યું હોય એમ ચોક્કસ કહેવાય જોકે આ શુટિંગ કરવા દેવું કે નહિ એ ગ્રામપંચાયત ની જવાબદારી હોવા છતાં ગ્રામપંચાયત ચૂપ રહી. જો કોરોના ના કેશો વધે તો જવાબદાર કોણ એ પણ એક પ્રશ્ન ઉભો થયો છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)

 

 

પવન કુમાર, સિરિયલના ડાયરેક્ટર-લાછરસ ગ્રામ પંચાયતે શુટિંગ કરવાની મંજૂરી આપી છે ત્યારે કોવિડ ગાઈડલાઈનનું પાલન થાય એની ખાસ કાળજી રાખી રહ્યા છે અને તમામ કલાકારો ના મુંબઈથી ગુજરાત શુટિંગ માટે આવતા પેહલા અમારા સ્ટાફનો RTPCR ટેસ્ટ કરાવ્યો એ નેગેટિવ આવ્યો ત્યાર પછી જ આવ્યા છે, અમે શુટિંગ દરમિયાન અહીંયા કોરોના સંક્રમણ ન ફેલાય એનો પૂરે પૂરો ખ્યાલ રાખીએ છે.જોકે સિરિયલ ના શુટિંગ માં સોસીયલ ડિસ્ટસીન્ગ ની કાળજી રાખીયે છે ગુજરાત માં નર્મદા માં શાંત વાતવરણ માં કામ કરવાની મઝા આવે છે એટલે માંડ માંડ શરૂ થયેલા આ ફિલ્મ ઉદ્યોગ થી લોકોને રોજગારી મળતી થઇ છે.

 

 

 

મોનીકા , હિરોઈન સિરિયલ-લોકડાઉન માં અમે 10 મહિના ઘરે રહી આરામ કર્યો હાલ જયારે રંજુ કી બેટીયાં સિરિયલ નું શુટિંગ ચાલુ થયું છે ત્યારે હવે કામ મળવાનું શરૂ થયું છે. બહાર નીકળતા તમામ લોકોએ કોવીડના નિયમોનું પાલન કરવાનું હોય એ જરૂરી છે. મારો સુટ હોય ત્યારે હું માસ્ક ઉતારી સુટીંગ કરી ફરી માસ્ક પહેરી લવ છું અને જે જરૂરી પણ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application